VIDEO: મુંબઈમાં ચિંચપોકલીના ચિંતામણી બાપ્પાનો ભવ્ય આગમન, લાખો ભક્તોની ઉમટી ભીડ
સોર્સ : gstv
મુંબઈના લાલબાગ-પરેલ વિસ્તારમાં પ્રસિદ્ધ ચિંચપોકલીના ચિંતામણી બાપ્પાની મૂર્તિની આગમન યાત્રા યોજાઈ હતી...પરેલ વર્કશોપમાંથી નીકળેલા બાપ્પાના દર્શન માટે લાલબાગ-પરેલ વિસ્તારમાં ભક્તોની મોટી ભીડ ઉમટી હતી. ઢોલ-નગારાના નાદ અને ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. 1920માં સ્થાપિત ચિંચપોકલી સાર્વજનિક ઉત્સવ મંડળ આ વર્ષે 107મું વર્ષ ઉજવી રહ્યું છે. આ વર્ષે ગણેશજીની મૂર્તિ તિરુપતિના શ્રી વેંકટેશ્વર બાલાજીની થીમ પર શણગારવામાં આવી છે, જ્યારે મંડપની સજાવટ હૈદરાબાદના ગોલ્ડન ટેમ્પલની થીમ પર કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો ગણેશભક્તો આગમન સમારોહમાં જોડાયા હતા. ચિંતામણી બાપ્પાની ભવ્ય મૂર્તિ અને અનોખી સજાવટ આકર્ષણનું કેન્દ્ર બની છે.

