VIDEO: ચંડીગઢ: બ્રિક્સ સંમેલનમાં યોગ સત્ર
સોર્સ : GSTV
ચંડીગઢમાં યોજાયેલી બ્રિક્સ આરોગ્ય મંત્રીઓની બેઠકના બીજા દિવસે વિવિધ દેશોના પ્રતિનિધિઓએ સવારના વિશિષ્ટ યોગ સત્રમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સભ્યો વચ્ચે વૈશ્વિક આરોગ્ય, માનસિક શાંતિ અને આયુર્વેદિક સુખાકારીને પ્રોત્સાહન આપવાનો હતો. યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ મંત્રીઓ અને ડેલિગેટ્સે વિવિધ આસનો તથા પ્રાણાયામ કર્યા હતા. આ પ્રસંગે ભારતની પ્રાચીન યોગ પરંપરા અને તેના દ્વારા તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પર ખાસ ભાર મુકાયો હતો.

