Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત / VIDEO समाचार : CCTV footage of the PG building collapse in Delhi

VIDEO: દિલ્હીમાં પીજી બિલ્ડિંગ ધરાશાયી થવાના સીસીટીવી આવ્યા સામે

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ પાસે આવેલા સત્ય નિકેતનમાં પાંચ માળની જર્જરિત પીજી બિલ્ડિંગ અચાનક તાસના પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. જેના સીસીટીવી સામે આવ્યા છે...આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં છ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાટમાળમાં હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકાને પગલે એનડીઆરએફ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલી રહેલા મરામતના કામને કારણે આ ઇમારત ધરાશાયી થયાની પ્રાથમિક વિગતો સામે આવી છે, જેને લઈને પોલીસે બિલ્ડિંગના માલિક વિરુદ્ધ ગેરઇરાદતન હત્યા સહિતના ગુના હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News