VIDEO: હનુમાનગઢમાં 17 કરોડના પ્રતિબંધિત નશીલા પદાર્થો જપ્ત
સોર્સ : gstv
રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને સરાહનીય કાર્યવાહી કરવામાં આવી હતી . હનુમાનગઢ પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત બાતમીના આધારે હાથ ધરેલા વિશેષ ઓપરેશન દરમિયાન કરોડો રૂપિયાના ગેરકાયદેસર નશીલા પદાર્થો અને પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા આ પ્રતિબંધિત માદક પદાર્થોની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂપિયા 17 કરોડ આંકવામાં આવી હતી . પોલીસ દ્વારા આ નેટવર્ક સાથે સંકળાયેલા મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેઓ આ મોટો જથ્થો ક્યાંથી લાવ્યા હતા તેમજ કોને પહોંચાડવાના હતા તે દિશામાં સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા . યુવાધન બરબાદ કરતા આ ડ્રગ્સ માફિયાઓ સામેની કડક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી

