VIDEO: સહારનપુરમાં ALM મીટ પ્લાન્ટમાં એમોનિયા ગેસ ગળતર: અનેક મહિલા કામદારો બીમાર
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના સહારનપુર સ્થિત ALM મીટ પ્લાન્ટમાં અચાનક એમોનિયા ગેસનું લીકેજ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં પેકિંગ વિભાગમાં કાર્યરત ઓછામાં ઓછી ૧૪ મહિલા કામદારોને શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા અને આંખોમાં બળતરાની સમસ્યા થતાં તેઓ બેભાન થઈ ગઈ હતી. તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર અને ટેકનિકલ ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી

