યુપીમાં ફરી ટ્રેન દુર્ઘટના: સહારનપુરમાં પેસેન્જર ટ્રેનના બે કોચ પાટા પરથી ખડી પડ્યા

ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. સહારનપુરમાં ટ્રેનના બે કોચ પાટા પરથી ખડી પડ્યા છે. આ બનાવની જાણ થતા રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલમાં આ રેલ્વે દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ અકસ્માત રેલ્વેની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરે છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને રેલવે અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે.
સાંસદ ઈમરાન મસૂદ ઘટનાસ્થળે પહોંચ્યા
ટ્રેનના બે કોચ પાટા પરથી ઉતરી જવાની માહિતી મળતા જ સાંસદ ઈમરાન મસૂદ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. તેમણે રેલ્વે મંત્રી પર નિશાન સાધ્યું હતું. રેલ્વે અકસ્માતો સામે પગલાં લેવા જોઈએ અને તેને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ.
અગાઉ 15 દિવસ પહેલા યુપીમાં ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા
અગાઉ 15 દિવસ પહેલા જ ઉત્તરપ્રદેશના ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના 3 એસી સહિત 12 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. આ અકસ્માતમાં 2 મુસાફરોના મોત થયા છે અને 25 ઘાયલ હતા.

