VIDEO: લાલબાગચા રાજાના દર્શને છઠ્ઠા દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટી
સોર્સ : gstv
2026ના ગણેશોત્સવ દરમિયાન મુંબઈના પ્રસિદ્ધ લાલ બાગચા રાજા ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગણેશોત્સવના છઠ્ઠા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાપ્પાના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે લાલબાગ પહોંચ્યા હતા. વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતારો લાગી હતી અને સમગ્ર પરિસરમાં ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. લાલબાગચા રાજાના મુખદર્શન અને ચરણસ્પર્શ દર્શન માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે ગણેશોત્સવ 14 સપ્ટેમ્બરથી શરૂ થયો છે અને 25 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન સાથે પૂર્ણ થશે. શરૂઆતના ત્રણ દિવસમાં જ મંડળને અંદાજે 3.18 કરોડ રૂપિયાનું દાન મળ્યું હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે.

