Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : US Ambassador arrives at Lalbaugcha Raja's darshan, touches Ganpati's feet; says‘ the energy here is amazing ’

VIDEO: લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યા અમેરિકી રાજદૂત, ગણપતિના પગ પણ સ્પર્શ્યા; કહ્યું- ‘અહીંની ઊર્જા અદ્ભુત છે’

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈમાં 11 દિવસીય ગણેશોત્સવની ભવ્ય શરૂઆત થઈ ગઈ છે. ગણપતિ બાપ્પાના જયઘોષથી મુંબઈની ગલીઓ ગુંજી રહી છે. આ દરમિયાન ભારતમાં અમેરિકાના રાજદૂત સર્ગિયો ગોરે (US Ambassador Sergio Gor) પણ ગણેશ ચતુર્થીના પાવન અવસરે પ્રસિદ્ધ લાલબાગચા રાજાના (Lalbaugcha Raja) દર્શન કરી ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરી હતી.

App Store

ગણપતિના પગ સ્પર્શીને લીધા આશીર્વાદ

લાલબાગચા રાજાના દર્શન દરમિયાન સર્ગિયો ગોરે ગણપતિ બાપ્પાના પગ પણ સ્પર્શ્યા હતા. તેમનો આ વીડિયો સામે આવ્યો છે. દર્શન બાદ તેમણે પોતાના અનુભવ વિશે વાત કરતાં કહ્યું કે, અહીં આવીને તેઓ ખૂબ જ સન્માનિત અનુભવી રહ્યા છે. તેમણે લાલબાગચા રાજાની ભવ્યતા અને અહીં જોવા મળતી ભક્તિની પ્રશંસા કરી હતી.

સર્ગિયો ગોરે કહ્યું કે અહીંનું વાતાવરણ ખરેખર અદ્ભુત છે અને અહીંની ઊર્જા શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. તેમણે લોકોને પણ લાલબાગચા રાજાના દર્શન કરવા અપીલ કરી હતી.

પોતાના સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ કરીને અમેરિકી રાજદૂતે લખ્યું કે મુંબઈચા રાજા અને લાલબાગચા રાજાના દર્શન કર્યા બાદ તેમને ખૂબ આનંદ થયો. તેમણે ગણેશોત્સવને આસ્થા અને સમુદાયની એક જીવંત અભિવ્યક્તિ ગણાવી, જે લોકોને એકસાથે લાવે છે. તેમણે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી.

અંબાણી પરિવારના ઘરે પણ ગણેશ પૂજા

મુંબઈમાં ગણેશોત્સવ નિમિત્તે અંબાણી પરિવારના ઘરે પણ ભવ્ય ગણેશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલિવૂડના અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. સલમાન ખાન, કેટરિના કૈફ અને વિકી કૌશલ સહિત અનેક સેલિબ્રિટીઝે અંબાણી પરિવારની ગણેશ પૂજામાં હાજરી આપી હતી.

પીયૂષ ગોયલના ઘરે પહોંચ્યા પીએમ મોદી

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નિવાસસ્થાને ગણપતિ દર્શન માટે પહોંચ્યા હતા. પીએમ મોદીએ ભગવાન શ્રી ગણેશ સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને આશીર્વાદ જાળવી રાખે તેવી પ્રાર્થના કરી હતી. ગણેશોત્સવ દરમિયાન મુંબઈમાં રાજકીય નેતાઓથી લઈને સેલિબ્રિટીઝ અને સામાન્ય શ્રદ્ધાળુઓ સુધી સૌ ગણપતિ બાપ્પાની ભક્તિમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે.