VIDEO: મુંબઈમાં લાલબાગચા રાજાના 2026ના પ્રથમ દર્શન
મુંબઈમાં ગણેશ ચતુર્થી પહેલાં પ્રસિદ્ધ લાલબાગચા રાજાના 2026ના પ્રથમ દર્શન થયા. મોટી સંખ્યામાં ભક્તોએ બાપ્પાના પ્રથમ દર્શનનો લાભ લીધો હતો. ગણેશોત્સવને લઈને મુંબઈમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાલબાગચા રાજા માત્ર મુંબઈ જ નહીં પરંતુ દેશભરના ગણેશભક્તો માટે આસ્થાનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના વર્ષ 1934માં થઈ હતી અને ત્યારથી ગણેશોત્સવની આ પરંપરા સતત આગળ વધી રહી છે. વર્ષો દરમિયાન લાલબાગચા રાજાના દર્શન માટે લાખો ભક્તો મુંબઈના લાલબાગમાં ઉમટી પડે છે. ગણેશોત્સવ ઉપરાંત મંડળ દ્વારા વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે અને આપત્તિના સમયમાં જરૂરિયાતમંદોની મદદ માટે પણ મંડળ આગળ આવ્યું છે. આ રીતે લાલબાગચા રાજા આજે ભક્તિ સાથે સામાજિક સેવાનું પણ એક મોટું પ્રતીક બની ચૂક્યો છે.

