VIDEO: પઠાનકોટમાં ચેન સ્નેચિંગ કેસમાં ૩ ઝડપાયા
સોર્સ : gstv
પંજાબના પઠાનકોટમાં સતત વધી રહેલી ચેન સ્નેચિંગની ઘટનાઓ સામે પોલીસે મોટી સફળતા મેળવતા ૩ રીઢા આરોપીઓની અટકાયત કરી હતી . આ આરોપીઓ રાહદારીઓ અને ખાસ કરીને મહિલાઓને નિશાન બનાવી સોનાની ચેન તથા કિંમતી સામાન આંચકીને ફરાર થઈ જતા હતા. સ્થાનિક વિસ્તારમાં વધતી જતી ચીલઝડપની ફરિયાદો બાદ પોલીસે વિશેષ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસે ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા . પકડાયેલા શખ્સો પાસેથી ચોરી કરેલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે આગળની કાયદેસરની તપાસ ચાલુ છે.

