Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Rain disaster in Chandigarh: Main road between Sector 28 and 26 washed away!

VIDEO: ANDARNI VAAT / ચંડીગઢમાં વરસાદી આફત: સેક્ટર ૨૮ અને ૨૬ વચ્ચેનો મુખ્ય રસ્તો ધસી પડ્યો!

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચંડીગઢમાં પડેલા ભારે વરસાદને કારણે સ્માર્ટ સિટીના તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. સતત વરસી રહેલા આકાશી આફતના પાણીના કારણે સેક્ટર ૨૮ અને સેક્ટર ૨૬ વચ્ચેનો મુખ્ય માર્ગ અચાનક ધસી પડ્યો છે. રસ્તાનો મોટો ભાગ ભુસ્ખલનની જેમ જમીનમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર પર તેની ગંભીર અસર પડી છે અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભારે વરસાદના કારણે રસ્તાની નીચે રહેલી માટી ધોવાઈ જતાં આ ગંભીર હોનારત સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. રસ્તો ધસી પડવાના કારણે માર્ગ પર મોટો ખાડો પડી ગયો છે, જેમાં કોઈપણ ક્ષણે મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા વાહનો બચી ગયા હતા, જેથી કોઈ મોટી જાનહાની ટળી છે. પરંતુ મુખ્ય માર્ગ બંધ થઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘટનાની જાણ થતાં જ ચંડીગઢ પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે ધસી પડેલા રસ્તાની આસપાસ બેરિકેડિંગ કરીને વાહનવ્યવહારને અન્ય ડાયવર્ઝન માર્ગો તરફ વાળવામાં આવ્યો છે. સ્થાનિક લોકોમાં તંત્રની નબળી કામગીરી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે પ્રી-મોન્સૂન કામગીરીમાં યોગ્ય ગુણવત્તા ન જાળવવામાં આવતાં જ આ સ્થિતિ સર્જાઈ છે.

App Store

હાલમાં પ્રશાસન અને સિવિલ એન્જિનિયરિંગની ટીમો દ્વારા ભૂસ્ખલન પામેલા રસ્તાની મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, વરસાદી માહોલ હોવાના કારણે રસ્તાના પુનઃનિર્માણમાં અવરોધો આવી રહ્યા છે. અધિકારીઓએ લોકોને આ માર્ગનો ઉપયોગ ન કરવા અને સાવચેતીપૂર્વક ડાયવર્ટ કરેલા રસ્તાઓ પરથી પસાર થવા ખાસ અપીલ કરી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News