VIDEO: રામ મંદિર ટ્રસ્ટની બેઠક: ચંપત રાયનું રાજીનામું મંજૂર, કૃષ્ણ મોહનને મળી જવાબદારી
સોર્સ : gstv
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં શ્રી રામ મંદિરના ચઢાવામાં થયેલી કથિત ચોરીના વિવાદ વચ્ચે ટ્રસ્ટની મળેલી અત્યંત મહત્વપૂર્ણ બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાના રાજીનામાને સત્તાવાર રીતે સ્વીકારી લેવામાં આવ્યા છે. . હવે મંદિર ટ્રસ્ટની કામગીરી સંભાળવા માટે પૂર્વ IFS અધિકારી કૃષ્ણ મોહનને વચગાળાની જવાબદારી સોંપવામાં આવી છે. ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગિરીએ કહ્યું કે હાલ મંદિરનું વાતાવરણ ચિંતાજનક છે અને એક અસાધારણ સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે..ટ્રસ્ટ હવે આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરશે.

