Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Rajnath Singh receives grand welcome at the airport in Hanoi, this visit is important for India-Vietnam relations

VIDEO: હનોઈમાં રાજનાથ સિંહનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, ભારત-વિયેતનામના સંબંધો માટે આ પ્રવાસ મહત્ત્વનો

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સત્તાવાર મુલાકાતે વિયેતનામની રાજધાની હનોઈ પહોંચ્યા છે. હનોઈ એરપોર્ટ પર આગમન સમયે તેમનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર વિયેતનામ પીપલ્સ આર્મીના ડેપ્યુટી ચીફ ઓફ જનરલ સ્ટાફ, વિયેતનામમાં ભારતીય રાજદૂત અને હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસના ડિફેન્સ એટેચ દ્વારા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાની કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રવાસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. તેમની આ મુલાકાત દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવા અંગે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાશે.

App Store