VIDEO/ PM મોદીનો દેશી અંદાજ: પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં માણી પ્રખ્યાત 'ઝાલમુરી'ની લિજ્જત
સોર્સ : twitter
પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં ચૂંટણી સભા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક અનોખો અંદાજ જોવા મળ્યો. પીએમ મોદીએ સ્થાનિક વિક્રેતા દીપક કુમારની દુકાને રોકાઈને પ્રખ્યાત ઝાલમુરી નો આનંદ માણ્યો હતો.ઝાલમુરી એ બંગાળની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જે મમરા, મસાલા, સરસવનું તેલ અને ચણાની દાળના મિશ્રણથી બનેલી વાનગી છે. વડાપ્રધાનને પોતાની દુકાને જોઈ વિક્રેતા ગદગદ થઈ ગયો હતો. વડાપ્રધાનની મુલાકાત બાદ આ વિક્રેતાએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી..

