VIDEO/ NEET ગેરરીતિઓ મુદ્દે કેન્દ્ર સરકાર અને NTA સામે NSUIનો મોરચો
સોર્સ : GSTV
દિલ્હીમાં NEET UG ૨૦૨૬ પરીક્ષાના પેપર લીક અને ગેરરીતિઓની તપાસની માંગને લઈને NSUI દ્વારા નેશનલ ટેસ્ટિંગ એજન્સી ના મુખ્યાલય ખાતે એક વિશાળ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં એકત્રિત થયેલા વિદ્યાર્થીઓ અને NSUI ના કાર્યકરોએ NTA પ્રશાસન અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો હતો કે આ પ્રકારની ગેરરીતિઓ લાખો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ન્યાય સાથે ખુલ્લેઆમ ચેડાં છે. NSUI એ આ સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની તેમજ જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી હતી .પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે NTA કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

