VIDEO: NEET પુનઃ પરીક્ષા: કડક સુરક્ષા અને AI મોનિટરિંગ સાથે તૈયારીઓ પૂર્ણ
નેશનલ ટેસ્ટિંગ એજન્સીદ્વારા NEETની પુનઃ પરીક્ષા માટે અત્યંત કડક સુરક્ષા અને

નેશનલ ટેસ્ટિંગ એજન્સીદ્વારા NEETની પુનઃ પરીક્ષા માટે અત્યંત કડક સુરક્ષા અને પારદર્શિતાની વ્યવસ્થા કરવામાં આવી છે. દેશના 551 શહેરો અને વિદેશના 14 કેન્દ્રો મળીને કુલ 5,440 કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે, જેમાં 22 લાખથી વધુ ઉમેદવારો 12 ભારતીય ભાષાઓ અને અંગ્રેજીમાં પરીક્ષા આપશે. ગેરરીતિ રોકવા માટે 95 હજારથી વધુ રૂમમાં 1.38 લાખથી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનું રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે AI દ્વારા લાઇવ મોનિટરિંગ થશે. સુરક્ષા માટે 51 હજાર 311 જામર્સ અને હાઈ-ટેક ફેસ ઓથેન્ટિકેશન સાથે બાયોમેટ્રિક સ્ટાફ તૈનાત રહેશે. આ ઉપરાંત, દરેક રૂમમાં બે ઇન્વિજિલેટર, હજારો ઓબ્ઝર્વર્સ અને પોલીસ તથા અર્ધલશ્કરી દળોના જવાનો પરીક્ષાની સુરક્ષામાં ખડેપગે રહેશે, જેથી પરીક્ષા સંપૂર્ણપણે ન્યાયી અને સુરક્ષિત રીતે સંપન્ન થઈ શકે.બપોરે 1:30 વાગ્યે પરીક્ષા કેન્દ્રનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવશે. NTA ના નિયમો મુજબ, ત્યારબાદ કોઈપણ સંજોગોમાં, પછી ભલે ગમે તેટલી ઈમરજન્સી હોય, કોઈપણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં.




