VIDEO/ મમતા બેનર્જીનો મોટો ધડાકો: "બંગાળમાં TMC 226થી વધુ બેઠકો જીતશે", એક્ઝિટ પોલને ગણાવ્યા ભ્રામક
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ચોથી મેએ માત્ર ચાર મેની. એક્ઝિટ પોલના અનુમાનની વચ્ચે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં મુખ્યમંત્રી મમતાએ જનતાને સંબોધિત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બનેલી ઘટનાઓ પર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે દાવો કર્યો કે આ વખતની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ 226થી વધુ બેઠકો જીતશે. મમતાએ આરોપ લગાવ્યો કે ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકાર, કેન્દ્રીય એજન્સીઓ અને ઘણા રાજ્યોના નેતાઓએ મળીને બંગાળના લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે 'આખી મશીનરી'નો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ જનતાએ વોટ દ્વારા તેનો જવાબ આપી દીધો છે. મમતા બેનર્જીએ દાવો કર્યો કે કેટલીક મીડિયા સંસ્થાઓ દ્વારા ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એક્ઝિટ પોલ દ્વારા વાતાવરણને પ્રભાવિત કરવા અને લોકોનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
મુખ્યમંત્રીએ પોતાના કાર્યકરો અને ઉમેદવારોને અપીલ કરી કે તેઓ મતગણતરી સુધી પૂરેપૂરી સતર્કતા જાળવી રાખે. તેમણે કહ્યું કે દિવસ-રાત દેખરેખ રાખો, કાઉન્ટિંગ સેન્ટર પર હાજર રહો અને કોઈપણ સંજોગોમાં બેદરકારી ન દાખવો. તેમણે એમ પણ કહ્યું કે જો જરૂર પડશે તો તેઓ પોતે પણ દેખરેખ માટે મેદાનમાં ઉતરશે.
મમતાએ આરોપ લગાવ્યો કે ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકાર, કેન્દ્રીય એજન્સીઓ અને ઘણા રાજ્યોના નેતાઓએ મળીને બંગાળના લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે 'આખી મશીનરી'નો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ જનતાએ વોટ દ્વારા તેનો જવાબ આપી દીધો છે. મમતા બેનર્જીએ દાવો કર્યો કે કેટલીક મીડિયા સંસ્થાઓ દ્વારા ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એક્ઝિટ પોલ દ્વારા વાતાવરણને પ્રભાવિત કરવા અને લોકોનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમના મતે, આ અગાઉ પણ 2016 અને 2021માં જોવામાં આવ્યું છે.

