Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ High voltage drama in Bengal elections: TMC leaders sit on dharna outside strong room

VIDEO/ બંગાળ ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: TMC નેતાઓ રાત્રે જ સ્ટ્રોંગ રૂમની બહાર ધરણા પર બેઠા, બેલેટ બોક્સ સાથે છેડછાડનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 દરમિયાન કોલકાતામાં રાજકીય ગરમાવો તેજ થયો છે. ટીએમસી નેતા શશી પાંજા અને કુણાલ ઘોષ નેતાજી ઇન્ડોર સ્ટેડિયમની બહાર સ્ટ્રોંગ રૂમ પાસે ધરણા પર બેઠા છે. તેમણે ભાજપ અને ચૂંટણી પંચના અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, પાર્ટી પ્રતિનિધિઓની ગેરહાજરીમાં બેલેટ બોક્સ ખોલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કુણાલ ઘોષે સીસીટીવી ફૂટેજનો હવાલો આપી જણાવ્યું કે અંદર અજાણ્યા લોકો કામ કરી રહ્યા છે અને ટીએમસીના પ્રતિનિધિઓને પ્રવેશ આપવામાં આવતો નથી..  ટીએમસીના આક્ષેપોને લઈને ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે. પંચે સ્પષ્ટ કહ્યું કે, ખુદીરામ અનુશીલન કેન્દ્રના તમામ સાતેય સ્ટ્રોંગ રૂમ સંપૂર્ણ સુરક્ષિત અને સીલ છે. આ બધુ જ કામ ઉમેદવારોની સામે જ કરવામાં આવ્યું હતું અને છેલ્લે સવારે 5.15 કલાકે રૂમ બંધ કરી દેવાયો હતો.

App Store