VIDEO: જયપુરમાં વધતી જતી મોંઘવારીના વિરોધમાં મહિલા કોંગ્રેસ દ્વારા રણશિંગું ફૂંકાયું
સોર્સ : gstv
રાજસ્થાનના જયપુરમાં વધતી જતી મોંઘવારીના વિરોધમાં મહિલા કોંગ્રેસ દ્વારા રણશિંગું ફૂંકવામાં આવ્યું છે. ગવર્મેન્ટ હોસ્ટેલ પાસે આવેલા પેટ્રોલ પંપ પર પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ સારિકા સિંહની આગેવાનીમાં વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવો સામે મહિલા કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
મોંઘવારીને કારણે સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો અને ગૃહિણીઓનું ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓ ખાલી ગેસ સિલિન્ડર સાથે જોવા મળી હતી, જે સરકારની નીતિઓ પ્રત્યેનો તેમનો વિરોધ દર્શાવે છે. આ આંદોલન દ્વારા કોંગ્રેસે ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે.

