VIDEO/ ટાયર ફાટતા કાર પરથી કાબૂ ગુમાવ્યો અને કાર સીધી ખીણમાં પડી, લુધિયાણાના બે મિત્રોના કરુણ મોત
સોર્સ : GSTV
હિમાચલ પ્રદેશના ચિંતપૂર્ણી વિસ્તારમાં એક ભયંકર માર્ગ અકસ્માતમાં પંજાબના બે શ્રદ્ધાળુઓના કરુણ મોત થયા છે. ઉના જિલ્લાના ભરવાઈં વિસ્તારમાં કાર આશરે 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી અને તેમાં આગ લાગી ગઈ. ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જે કોઈ બોલીવુડ ફિલ્મમાં સ્ટંટ સીન જેવો લાગી રહ્યો છે. એક પૂરઝડપે આવતી કાર પહાડી રસ્તા પર સીધી ઊંડી ખીણમાં જઈ પડી. આ દરમિયાન કારની ઝડપ જરા પણ ઓછી થતી દેખાતી નછી...લુધિયાણા પાસિંગની આ કારમાં સવાર શ્રદ્ધાળુ ચિંતપૂર્ણી દર્શન કરીને મુબારકપુર તરફ જઈ રહ્યાં હતા.. આ દરમિયાન અચાનક ટાયર ફાટવાના કારણે ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેનાથી કાર સીધી ઊંડી ખીણમાં ખાબકી હતી.

