Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Kedarnath Yatra halted due to heavy rain

VIDEO: ભારે વરસાદના પગલે કેદારનાથ યાત્રા અટકાવાઈ

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તરાખંડમાં બદલાયેલા હવામાન અને ભારે વરસાદને કારણે ચારધામ યાત્રાને હાલ પૂરતી અટકાવવાની ફરજ પડી છે. ચારધામ યાત્રા શરૂ થયાના માત્ર ૪૦ દિવસમાં જ ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરવા પહોંચી ચૂક્યા છે. જોકે, અતિશય ધસારાને કારણે જોશીમઠ પર હાલમાં ૨૦ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. ખરાબ હવામાન વચ્ચે ચંપાવતમાં નદીના પ્રવાહમાં ફસાયેલા ૫૦ જેટલા શ્રદ્ધાળુઓને ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. યાત્રા રોકાઈ જતાં હજારો મુસાફરો અધવચ્ચે અટવાયા છે.

App Store

 

ટોપિક્સ:kedarnath yatraheavy rainhalted