VIDEO/ કાનપુરમાં મોંઘવારીનો 'બ્લાસ્ટ': કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ₹3,100ને પાર
સોર્સ : GSTV
કાનપુરમાં પણ વૈશ્વિક ઉર્જા સંકટની સીધી અસર જોવા મળી રહી છે. 1 મે 2026થી અમલી બનેલા નવા દરો મુજબ, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને સપ્લાય ચેઈનમાં અવરોધને કારણે ઓઈલ કંપનીઓએ આ નિર્ણય લીધો છે. ...કાનપુરમાં હવે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત વધીને રૂ. 3,100 ને પાર કરી ગઈ છે. આ ભાવ વધારાથી હોટલ, રેસ્ટોરન્ટ અને નાના ખાદ્ય વ્યવસાયો પર આર્થિક બોજ વધશે, જેનાથી આગામી દિવસોમાં તૈયાર વાનગીઓના ભાવ વધવાની શક્યતા છે. જોકે, સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે ઘરેલું વપરાશના 14.2 કિલો સિલિન્ડરના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે

