VIDEO: વિશ્વભરમાં યુદ્ધ, આર્થિક મંદી અને કાચા તેલના વધતા ભાવ વચ્ચે ચોથા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વિકાસ દર 7.8 ટકા નોંધાયો
સોર્સ : GSTV
વિશ્વભરમાં યુદ્ધ, આર્થિક મંદી અને કાચા તેલના વધતા ભાવ વચ્ચે ભારતીય અર્થતંત્રે મજબૂત પ્રદર્શન કરીને સૌને ચોંકાવ્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વિકાસ દર 7.8 ટકા નોંધાયો છે. આ આંકડો અર્થશાસ્ત્રીઓ અને રેટિંગ એજન્સીઓના 7થી 7.2 ટકાના અંદાજ કરતાં વધુ રહ્યો છે. સમગ્ર નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારતનો રિયલ જીડીપી ગ્રોથ રેટ 7.7 ટકા નોંધાયો છે. ગત વર્ષના 7.1 ટકાની સરખામણીએ આ નોંધપાત્ર વધારો માનવામાં આવી રહ્યો છે. આ વૃદ્ધિ સાથે ભારતે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા મોટા અર્થતંત્ર તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. ભારતની આર્થિક ગતિ અને સ્થિરતા વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની છે.

