Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Increase in commercial LPG prices: hotels in Kerala to remain closed on May 6,

VIDEO/ કોમર્શિયલ LPGમાંભાવ વધારો: કેરળમાં 6 મેના રોજ તમામ હોટલો રહેશે બંધ, સરકાર સામે આંદોલન છેડાયું

Timeછેલ્લું અપડેટ : 02 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કેરળ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા પાલક્કાડમાં કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેલ કંપનીઓ દ્વારા ગેસના ભાવમાં તાજેતરમાં 993 નો વધારો ઝીંકવામાં આવતા હોટલ ઉદ્યોગ ભારે સંકટમાં મુકાયા હતા .  આ વધારાના વિરોધમાં પાલક્કાડ હેડ પોસ્ટ ઓફિસ સુધી વિરોધ માર્ચ કાઢવામાં આવી હતી. એસોસિએશને આક્ષેપ કર્યો છે કે છેલ્લા પાંચ મહિનામાં સિલિન્ડર દીઠ કુલ 1,498 નો વધારો થયો હતો જેના કારણે સામાન્ય હોટલ ચલાવવી અશક્ય બની રહી છે. આ અન્યાયી ભાવવધારા સામે આગામી 6 મે ના રોજ રાજ્યવ્યાપી હડતાળ પાડવાની અને હોટલો બંધ રાખવાની પણ જાહેરાત કરવામાં આવી હતી

App Store