VIDEO: દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ઘરેલુ LPG ગેસના ભાવમાં વધારો થવાની શક્યતા, જાણો કેટલા રૂપિયા સુધી વધી શકે છે ભાવ
સોર્સ : gstv
દેશમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગેસના ભાવમાં વધારાની શક્યતા સામે આવી રહી છે. સૂત્રો મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 4 થી 5 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 40 થી 50 રૂપિયા સુધીનો વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ નિર્ણય એવા સમયે ચર્ચામાં છે, જ્યારે 1મેથી કમર્શિયલ એલપીજીના ભાવમાં રૂપિયા 993નો મોટો વધારો થયો છે.
ઈરાન-અમેરિકા તણાવના કારણે કાચા તેલના ભાવ 120 ડોલર પ્રતિ બેરલને પાર જતા તેલ કંપનીઓ પર ભાર વધ્યો છે. સરકાર આ ભાર ઘટાડવા માટે ભાવ વધારો કરવાનો વિકલ્પ વિચારણા હેઠળ રાખી રહી છે. હાલ અંતિમ નિર્ણય લેવાયો નથી, પરંતુ આગામી 5 થી 7 દિવસમાં મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે.

