VIDEO : દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ₹993નો મસમોટો વધારો, નાના વેપારીઓનું બજેટ ખોરવાયું
સોર્સ : gstv
કોમોર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂપિયા 993નો મસમોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવવધારાની સીધી અસર નાના ખાદ્ય સ્ટોલ અને રેસ્ટોરન્ટ માલિકો પર જોવા મળી રહી છે.સરોજિની નગર માર્કેટના ફૂડ સ્ટોલના દ્રશ્યોમાં વેપારીઓની ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે. સ્ટોલ માલિકોનું કહેવું છે કે ગેસના ભાવ વધતા હવે ખાણીપીણીની ચીજવસ્તુઓના ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી, જેનાથી ગ્રાહકોની સંખ્યા ઘટી શકે છે. સતત વધતી મોંઘવારીને કારણે મધ્યમ અને નાના વેપારીઓનું બજેટ ખોરવાયું છે. વેપારીઓ હવે સરકાર પાસે રાહતની માંગ કરી રહ્યા છે.

