VIDEO: "હું માત્ર હિંદુઓ માટે કામ કરીશ", પશ્ચિમ બંગાળની જીત બાદ Suvendu Adhikariનું વિવાદાસ્પદ નિવેદન
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભવાનીપુર અને નંદીગ્રામ બેઠક પરથી વિજય મેળવ્યા બાદ ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું છે કે તેઓ માત્ર હિંદુઓ માટે કામ કરશે. તેમણે દાવો કર્યો હતો કે નંદીગ્રામમાં તમામ મુસ્લિમ મતો તૃણમૂલ કોંગ્રેસને ગયા હતા, પરંતુ હિંદુ મતોના જોરે તેઓ લગભગ દસ હજાર મતોથી જીત્યા છે. અધિકારીએ TMC પર આકરા પ્રહારો કરતા તેને ભ્રષ્ટ અને પરિવારવાદી પક્ષ ગણાવ્યો અને ભવિષ્યવાણી કરી કે આ પક્ષ ટૂંક સમયમાં જ ખતમ થઈ જશે. વધુમાં, તેમણે ખાતરી આપી હતી કે મેનિફેસ્ટો અને વડાપ્રધાન મોદીની ગેરંટી મુજબના તમામ કાર્યો પૂર્ણ કરશે.

