મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: હાઉસવાઈફનું કામ અમૂલ્ય નહીં, મૂલ્યવાન! સુપ્રીમ કોર્ટે નક્કી કર્યા નવા માપદંડ

દેશની સર્વોચ્ચ અદાલતે સુપ્રીમ કોર્ટે ગૃહિણીઓ દ્વારા કરવામાં આવતી ઘ

દેશની સર્વોચ્ચ અદાલતે સુપ્રીમ કોર્ટે ગૃહિણીઓ દ્વારા કરવામાં આવતી ઘરની સંભાળ અને સેવાઓનું આર્થિક મૂલ્ય હોવાનું સ્પષ્ટ કર્યું  અને  હવે અકસ્માત વળતરના કેસોમાં 'ઘરેલું સંભાળના નુકસાન'ને એક અલગ અને મહત્વપૂર્ણ વળતરના મુદ્દા તરીકે ગણવામાં આવશે. દુર્ઘટનાનો શિકાર ગૃહિણીઓના વળતર માટે સુપ્રીમ કોર્ટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કોર્ટે ગૃહિણીઓની ઘરેલું સંભાળના નુકસાનનું માસિક મૂલ્ય ઓછામાં ઓછું 30,000 રૂપિયા નક્કી કર્યું છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન.કે. સિંહની બેન્ચે આ ચુકાદો આપતા ગૃહિણીઓના મહત્ત્વને નવી ઊંચાઈ આપી છે. કોર્ટે નોંધ્યું છે કે ગૃહિણીનું કામ માત્ર ચાર દીવાલો વચ્ચે સીમિત નથી, પરંતુ તે માનવ વિકાસ અને દેશના પાયાના નિર્માણ સાથે જોડાયેલું છે.

આ સમાચાર શેર કરો