Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: High Court hammer! Orders demolition of illegal madrasa built on government land in Moradabad, administration takes possession

VIDEO: હાઈકોર્ટનો હથોડો! મુરાદાબાદમાં સરકારી જમીન પર બનેલા ગેરકાયદે મદ્રેસાને તોડી પાડવા આદેશ, તંત્રએ મેળવ્યો કબજો

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં કરોડોની કિંમતની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મદ્રેસા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. લાંબી ન્યાયિક પ્રક્રિયા બાદ હાઈકોર્ટે આ બાંધકામ તોડી પાડવાનો આદેશ આપ્યો છે. તંત્રએ આ જમીનનો કબજો મેળવી લીધો છે અને ટૂંક સમયમાં જ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ચૂકાદાને પગલે ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. ન્યાયિક આદેશના અમલ માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરાયો છે. 

App Store

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને તંત્રની સજ્જતા

કોર્ટના આદેશના અમલીકરણ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર અને અન્ય મશીનરી સાથે ડિમોલિશનની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. આ કાર્યવાહીથી સરકારી મિલકતો પર ગેરકાયદેસર રીતે કબજો જમાવીને બેઠેલા ભૂ-માફિયાઓ અને અન્ય તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.