મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુંબઈના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ

મુંબઈના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસતા વાતાવરણમાં અચાનક

મુંબઈના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસતા વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી સામે આવેલા દ્રશ્યોમાં ભારે વરસાદ અને તેજ પવનના કારણે વાહનોની અવરજવર ધીમી પડી હોવાનું જોવા મળ્યું હતું. વરસાદના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે, જોકે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો