VIDEO: લખનઉમાં બંધારણ હત્યા દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
સોર્સ : GSTV
લખનઉમાં આજે દેશમાં કટોકટી ઇમરજન્સી લાદવામાં આવી હતી તેની ૫૧મી વર્ષગાંઠ નિમિત્તે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બંધારણ હત્યા દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ તત્કાલીન સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટીને લોકશાહીના કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. આ આયોજનનો મુખ્ય હેતુ નવી પેઢીને બંધારણ અને લોકશાહીના મૂલ્યોથી માહિતગાર કરવાનો અને કટોકટી દરમિયાન થયેલા અત્યાચારોને ઉજાગર કરવાનો છે. આ કાર્યક્રમમાં અનેક વરિષ્ઠ નેતાઓ અને કટોકટી દરમિયાન જેલવાસ ભોગવનારા લોકસેવકો પણ ખાસ સહભાગી થશે.

