Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : CM Yogi's attack on opposition in Lucknow rally

VIDEO : 'વિરોધ પક્ષોના મહિલા વિરોધી આચરણ વિરુદ્ધ રસ્તા પર ઉતરી', લખનઉ રેલીમાં યોગીના પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 21 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

લખનઉમાં ભાજપ દ્વારા આયોજિત જન આક્રોશ મહિલા પદયાત્રામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જોડાયા હતા. અહીં સભામાં તેમણે વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. નારી શક્તિ વંદન અધિનિયમ એટલે કે મહિલા અનામત બિલના સુધારામાં અવરોધ ઉભો કરવા અને સંસદમાં તે પ્રસ્તાવને તોડી પાડવાના પ્રયાસોને લઈને ભાજપના મહિલા મોરચા દ્વારા ઉત્તર પ્રદેશમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

App Store

સીએમ યોગી એ કોંગ્રેસ, સપા, ટીએમસી અને ડીએમકે સહિતના ઈન્ડિયા ગઠબંધનના પક્ષોને મહિલા વિરોધી ગણાવતા કહ્યું કે આ પક્ષોનો ચહેરો અલોકતાંત્રિક છે અને તેમના કૃત્યો હંમેશા નારી શક્તિના અપમાન સમાન રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આજે સમગ્ર દેશની માતૃશક્તિ આ વિરોધ પક્ષોના મહિલા વિરોધી આચરણ વિરુદ્ધ રસ્તા પર ઉતરીને આંદોલન કરી રહી છે.