Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Congress Legislature Party leader D.K. Announcement of Sivakumar's name

VIDEO: કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટીના નેતા તરીકે ડી.કે. શિવકુમારના નામની જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કર્ણાટકમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટીના નેતા તરીકે CONGના નામની જાહેરાત થઈ છે.. કર્ણાટકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ પોતે વિધાનસભ્ય પક્ષના નવા નેતા તરીકે ડી.કે. શિવકુમારના નામનો પ્રસ્તાવ સભ્યો સમક્ષ રજૂ કર્યો હતો, જેને ડૉ. જી. પરમેશ્વર દ્વારા સમર્થન આપીને આગળ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ, વિધાનસભ્ય પક્ષના તમામ સભ્યોએ એકમતે સિદ્ધારમૈયાના આ પ્રસ્તાવ અને નામનો સ્વીકાર કરી લીધો હતો. કે.સી. વેણુગોપાલે સત્તાવાર રીતે ઘોષણા કરી છે કે, ધારાસભ્ય દળ એટલે કે લેજિસ્લેચર પાર્ટીએ સર્વાનુમતે અને એક અવાજે ડી.કે. શિવકુમારને પોતાના નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે. આ નિર્ણય સાથે જ કર્ણાટક કોંગ્રેસમાં નેતૃત્વને લઈને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવ્યો છે.જ્યારે બેઠક પૂર્ણ કરીને ડી.કે શિવકુમાર જઈ રહ્યા હતા.ત્યારે સમર્થકોએ તેમના સમર્થનમાં નારા લગાવ્યા હતા.

App Store
ટોપિક્સ:dk shivakumarkarnataka cmcongress