Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Poster war between supporters of Siddaramaiah and DK Shivakumar for the CM post in Karnataka

VIDEO : કર્ણાટકમાં CM પદ માટે પોસ્ટર વોર, સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારના સમર્થકો વચ્ચે જામી રસાકસી

Timeછેલ્લું અપડેટ : 13 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના શાનદાર વિજય બાદ હવે મુખ્યમંત્રી પદ માટે ભારે ખેંચતાણ શરૂ થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પ્રદેશ પ્રમુખ ડી.કે. શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રી બનવાની સ્પર્ધા તેજ બની છે, જેની ઝલક બેંગલુરુના રસ્તાઓ પર જોવા મળી રહી છે. બંને નેતાઓના સમર્થકોએ પોતપોતાના નેતાના સમર્થનમાં પોસ્ટરો લગાવ્યા હતા. સિદ્ધારમૈયાના નિવાસસ્થાન બહાર તેમને કર્ણાટકના આગામી સીએમ તરીકે દર્શાવતા પોસ્ટરો લાગ્યા છે, તો બીજી તરફ ડી.કે. શિવકુમારના ઘરની બહાર ૧૫ મેના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે કર્ણાટકના નવા મુખ્યમંત્રીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આમ, સત્તાવાર જાહેરાત પહેલા જ બંને પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે.

App Store