Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: CM Yogi discusses the benefits of double engine government in Bengal, appeals to make BJP victorious

VIDEO: CM યોગીએ બંગાળમાં ગણાવ્યા ડબલ એન્જિન સરકારના ફાયદા, ભાજપને વિજયી બનાવવા કરી અપીલ

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રચાર અર્થે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે કલ્યાણી બેઠક પર પહોંચ્યા હતા. અહીં તેમણે ભાજપના ઉમેદવાર અનુપમ બિસ્વાસના સમર્થનમાં એક વિશાળ રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન રસ્તાની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને 'જય શ્રી રામ' ના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

App Store

યોગી આદિત્યનાથે જનતાને સંબોધતા ડબલ એન્જિન સરકારના ફાયદા ગણાવ્યા હતા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી. કલ્યાણી (SC) બેઠક પર ભાજપના આ પ્રચંડ પ્રચારે સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ રોડ શોમાં ભાજપના અનેક સ્થાનિક નેતાઓ અને હજારો કાર્યકરો જોડાયા હતા.