Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Clashes in West Bengal elections! Security forces take over after violent clashes over EVM dispute in Bali, Howrah

VIDEO: પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ઘર્ષણ! હાવડાના બાલીમાં EVM વિવાદે હિંસક અથડામણ બાદ સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાના મતદાન દરમિયાન આજે હાવડા જિલ્લાના બાલી વિધાનસભા મતવિસ્તારમાં ભારે હિંસા અને તંગદિલી જોવા મળી હતી. એક મતદાન મથક પર EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં ખામી સર્જાવાને કારણે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો.

App Store

જાણો આખો મામલો
મળતી માહિતી મુજબ, બાલીના એક બૂથ પર સવારથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ ચાલી રહી હતી, પરંતુ અચાનક EVM મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન અટકી પડ્યું હતું. આ બાબતે ત્યાં હાજર વિવિધ રાજકીય પક્ષોના એજન્ટો અને સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષોના કાર્યકરો સામસામે આવી ગયા હતા. પથ્થરમારો અને તોડફોડની ઘટનાઓને કારણે મતદાન મથક પર નાસભાગ મચી ગઈ હતી.

કેન્દ્રીય દળોની કાર્યવાહી
પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈ ત્યાં તૈનાત કેન્દ્રીય સુરક્ષા દળોએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. તોફાની ટોળાને વિખેરવા માટે સુરક્ષા દળોને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. લાઠીચાર્જ બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં આખા વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને રેપિડ એક્શન ફોર્સ (RAF)ની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે.

ધરપકડ અને રાજકીય આક્ષેપો
પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં હિંસા ફેલાવવાના આરોપસર બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ જેવી મુખ્ય પાર્ટીઓએ આ ઘટના માટે એકબીજા પર ગંભીર આક્ષેપો કર્યા છે. વહીવટીતંત્ર દ્વારા ખામીયુક્ત EVM બદલી નાખવામાં આવ્યું છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફરી મતદાન શરૂ કરાવવામાં આવ્યું છે.