VIDEO: મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ માયાપુરમાં લીધી ઇસ્કોન મંદિરની મુલાકાત
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આજે નાદિયા જિલ્લાના માયાપુરમાં આવેલા વૈશ્વિક પ્રસિદ્ધ ઇસ્કોન મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ઇસ્કોન ગૌશાળા ખાતે વિશેષ રૂપે ગૌપૂજા કરી હતી અને ગાયોને લીલો ચારો ખવડાવ્યો હતો. ત્યારબાદ તેમણે રાજ્યની જનતાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ગૌશાળા પરિસરમાં આયોજિત એક વિશેષ યજ્ઞ અને પ્રાર્થનામાં પણ ભાગ લીધો હતો.
આ ધાર્મિક પ્રસંગે ઇસ્કોનના વરિષ્ઠ પદાધિકારીઓએ મુખ્યમંત્રીનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, સનાતન સંસ્કૃતિમાં ગાયનું સ્થાન સર્વોચ્ચ છે અને ગૌસેવા એ દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

