Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: BRICS Foreign Ministers' meeting held in Delhi, representatives of Brazil-Russia-China-South Africa seen together

VIDEO: દિલ્હીમાં યોજાઈ BRICS દેશોના વિદેશ મંત્રીઓની બેઠક, એકસાથે જોવા મળ્યા બ્રાઝિલ-રશિયા-ચીન-દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિઓ

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજધાની દિલ્હીમાં આજે BRICS દેશોના વિદેશ મંત્રીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ સંમેલનમાં ભાગ લેવા આવેલા વિવિધ દેશોના વિદેશ મંત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. દિલ્હીમાં આયોજિત આ કાર્યક્રમમાં બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિઓ એકસાથે જોવા મળ્યા હતા.

App Store

ડૉ. જયશંકર દરેક દેશના મંત્રીઓ સાથે હાથ મિલાવીને તેમનું અભિવાદન કરતા નજરે પડે છે. આ બેઠકનો મુખ્ય હેતુ સભ્ય દેશો વચ્ચે પરસ્પર સહયોગ વધારવો અને વૈશ્વિક પડકારો અંગે ચર્ચા કરવાનો છે. આગામી સમયમાં BRICS સંગઠન વૈશ્વિક અર્થતંત્ર અને રાજનીતિમાં કેવી ભૂમિકા ભજવશે, તે અંગે આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતા છે. આ કાર્યક્રમ ભારતની વધતી જતી રાજદ્વારી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે.