Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Five accused produced before court in alleged NEET-UG 2026 paper leak case

VIDEO: NEET-UG 2026ના કથિત પેપર લીક મામલે પાંચ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરાયા

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026ના કથિત પેપર લીક મામલે ધરપકડ કરાયેલા તમામ પાંચ આરોપીઓને દિલ્હીની રાઉઝ એવન્યુ સ્થિત સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. પેપર લીક કૌભાંડના તાર દેશના વિવિધ રાજ્યો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાં સીબીઆઈએ અત્યાર સુધીમાં પાંચ શખ્સોની ધરપકડ કરી છે.

App Store

પકડાયેલા આરોપીઓમાં નાસિકના શુભમ ખૈરનાર, જયપુરના માંગીલાલ બિવલ, વિકાસ બિવલ અને દિનેશ બિવલ તેમજ ગુરુગ્રામના યશ યાદવનો સમાવેશ થાય છે. આ હાઇપ્રોફાઇલ કેસની ગંભીરતાને જોતાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ આ તમામ આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા અને આ આખા રેકેટના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે અદાલત સમક્ષ રિમાન્ડ મેળવવાની કાનૂની તજવીજ હાથ ધરી રહી છે.