Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Boat carrying 14 people capsizes at Ganga Ghat in Bihar, bodies of 2 found

VIDEO/ બિહારમાં ગંગા ઘાટ પર 14 લોકોને લઈ જતી બોટ ડૂબી, 2ના મૃતદેહ મળ્યા 

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પટણા: બિહારના બાઢ (Barh) જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક મોટો નાવ અકસ્માત (Boat Accident) સર્જાયો છે. ઉમાનાથ ગંગા ઘાટ (Umanath Ganga Ghat) પાસે 14 મુસાફરોને લઈ જઈ રહેલી નાવ અચાનક ગંગા નદીમાં ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 7 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ 5 લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે.

App Store

કેવી રીતે બન્યો અકસ્માત?

માહિતી મુજબ, વહેલી સવારે લોકો ઉમાનાથ ગંગા ઘાટ પરથી દિયારા વિસ્તાર (Diara Area) તરફ જવા માટે નાવમાં સવાર થયા હતા. નાવ નદીના મધ્ય ભાગમાં પહોંચી ત્યારે અચાનક અસંતુલિત થઈ ગઈ અને પલટી મારી ગઈ. થોડી જ પળોમાં તમામ મુસાફરો ગંગા નદીમાં તણાઈ ગયા.

સ્થાનિક લોકો અને બચાવ ટીમોએ તરત જ રાહત કામગીરી (Rescue Operation) શરૂ કરી હતી. કેટલાક લોકો તરતા-તરતા કિનારે પહોંચી ગયા હતા, જ્યારે અન્યને બચાવી લેવામાં આવ્યા હતા.

2 લોકોના મોત, 5 હજુ લાપતા

હાલ સુધીમાં 2 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ દળ દ્વારા હજુ પણ 5 લાપતા લોકોની શોધખોળ ચાલુ છે. ઘટનાને લઈને ઘાટ વિસ્તારમાં ભારે ચિંતા અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

અધિકારીઓ ઘટનાસ્થળે હાજર

અકસ્માતની જાણ થતાં જ બાઢના SDO ગરિમા લોહિયા અને SDPO રામકૃષ્ણ દળબળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક પ્રશાસન, SDRF (State Disaster Response Force) અને રાહત ટીમો સતત સર્ચ ઓપરેશન (Search Operation) ચલાવી રહી છે.

ઘાટ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે અને લાપતા લોકોના પરિવારજનોનો રડવાનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રશાસન એલર્ટ મોડ પર

પ્રશાસને સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે અને ગંગા નદીમાં ચાલી રહેલી તમામ નાની નાવો માટે સાવચેતીના નિર્દેશ આપવામાં આવ્યા છે. અધિકારીઓએ લોકોને નદી પાર કરતી વખતે સુરક્ષા નિયમો (Safety Rules)નું પાલન કરવાની અપીલ કરી છે.