Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Asian Development Bank makes major cut in India's GDP growth forecast

VIDEO: એશિયન ડેવલપમેન્ટ બેંકે ભારતના જીડીપી ગ્રોથના અંદાજમાં કર્યો મોટો ઘટાડો

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા-ઈરાન સંઘર્ષની સીધી અસર હવે ભારતીય અર્થતંત્ર પર પડવા જઈ રહી છે. એશિયન ડેવલપમેન્ટ બેંકે ભારતના જીડીપી ગ્રોથના અંદાજમાં મોટો ઘટાડો કર્યો છે. એડીબીના મતે, આ સંકટને કારણે ક્રૂડ તેલની વધતી કિંમતો ભારત માટે મોટો પડકાર સાબિત થશે. મિડલ ઈસ્ટ સંકટને કારણે સપ્લાય ચેઈનમાં અવરોધ ઉભો થયો છે. આ કારણોસર ભારતનો જીડીપી ગ્રોથ રેટ 6.9 ટકાથી ઘટીને 6.3 ટકા પર આવી શકે છે.

App Store

અગાઉ એવો અંદાજ હતો કે, આગામી નાણાકીય વર્ષમાં ગ્રોથ 7.3 ટકા રહેશે, પરંતુ હાલમાં તેમાં 0.6 ટકાનો સીધો ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રુડ તેલની કિંમતો વધવાથી માત્ર વિકાસ દર જ નહીં, પણ સામાન્ય જનતાના ખિસ્સા પર પણ ભાર વધશે. પહેલા મોંઘવારી દર 4.5 ટકા રહેવાનો અંદાજ હતો, જે હવે વધીને 6.9 ટકા થઈ શકે છે. એટલે કે મોંઘવારીમાં 2.4 ટકા નો સીધો ઉછાળો આવી શકે છે. વર્ષ 2026 માટે ક્રૂડ તેલની સરેરાશ કિંમત 96 ડોલર પ્રતિ બેરલ રહેવાની શક્યતા છે, જે અગાઉના અંદાજ કરતા ઘણી વધારે છે.