Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Another explosion Petrol bomb attack on security forces in Manipur

VIDEO/ શાંતિની આશા વચ્ચે ફરી વિસ્ફોટ: મણિપુરમાં પેટ્રોલ બોમ્બથી સુરક્ષા દળો પર હુમલો, પોલીસ એલર્ટ પર

Timeછેલ્લું અપડેટ : 20 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટોમાં બે માસૂમ બાળકોના કરુણ મોત નિપજતા જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં ગઈકાલે રાત્રે ઈમ્ફાલ પૂર્વ, પશ્ચિમ અને કાકચિંગ જિલ્લામાં હજારો લોકો ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

App Store

ટીયર ગેસના ગોળા અને પથ્થરમારો

પ્રદર્શનકારીઓની ભીડ બેકાબૂ બનતા સુરક્ષા દળો અને લોકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના ગોળા છોડવાની ફરજ પડી હતી. મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર, શાંતિપૂર્ણ રેલીઓમાં કેટલાક અસામાજિક તત્વો ઘૂસી ગયા હતા, જેમણે સુરક્ષા દળો પર પેટ્રોલ બોમ્બ અને પથ્થરમારો કર્યો હતો.

વહીવટીતંત્રની અપીલ

રાજ્યમાં તણાવપૂર્ણ સ્થિતિને જોતા વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે હિંસા ફેલાવનારા અને કાયદો હાથમાં લેનારા અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.