Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Know in which 5 districts of Manipur the investigation campaign was conducted

જાણો Manipurના કયા 5 જિલ્લામાં કરાયું તપાસ અભિયાન

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2025
લાઇવ ટીવીGoogle News
જાણો Manipurના કયા 5 જિલ્લામાં કરાયું તપાસ અભિયાન
સોર્સ : Google

Manipurમાં વધતા જતા ગુનાઓને ધ્યાનમાં રાખીને થોડા સમય પહેલા જ સરકાર દ્વારા તપાસ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. આ તપાસ અભિયાન હેઠળ Manipurના કુલ 5 જિલ્લાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. સરકારની આ તપાસ દરમિયાન આશરે 90 જેટલા હથિયારો, અને 700 જેટલી વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. 

App Store

કયા કયા જિલ્લામાં કરાયું ચેકિંગ?

આ ઓપરેશન Manipur Police,CRPF,BSF, સૈન્ય અને Assam Rifles દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું. જેમાં Manipurના પૂર્વ-પશ્ચિમ ઇમ્ફાલ, તૌબલ, કેકચિંગ, બિષ્નુપુર જિલ્લામાં દરોડા દરમિયાન 90 હથિયારો મળ્યા હતા. જેમાં 3 AK સીરીઝ, એક M16 રાઇફલ, પાંચ INSAS Rifles, 20 Pistole વગેરેને જપ્ત કરવામાં આવ્યા હતા. 

તપાસમાં ઘાતક વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત

આ તપાસ અભિયાનમાં હથિયારો ઉપરાંત ઘાતક વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરાઇ છે. જેમાં 728 વિસ્ફોટકો, 21 Grenade, 6 IEDનો સમાવેશ થાય છે. IG Kabib K.એ કહ્યું હતું કે, જે પણ હથિયારો હાલ જપ્ત કરાયા છે તેમાં એવા હથિયારોનો પણ સમાવેશ થાય છે કે જેને મૈતેઇ, કુકી વચ્ચેની હિંસા દરમિયાન લૂંટી લેવાયા હતા. અત્યાર સુધીમાં પોલીસ કે સુરક્ષા દળોના સ્થળેથી આશરે 6,000 જેટલા હથિયારો લૂંટી લેવામાં આવ્યા છે. જેમાંથી અડધા જેટલા હથિયારો પરત મેળવી લેવાયા છે.