VIDEO/ અલ્કા લાંબાનો ભાજપ-RSSને સવાલ: 'તમારા સંગઠનમાં આજ સુધી કોઈ મહિલા અધ્યક્ષ કેમ નહીં?'
સોર્સ : GSTV
કોંગ્રેસ નેતા અલ્કા લાંબાએ ભાજપ અને RSS પર નિશાન સાધતા પ્રશ્ન કર્યો કે તેમના સંગઠનમાં આજ સુધી કોઈ મહિલા અધ્યક્ષ કેમ નથી બની? તેમણે કહ્યું કે વિરોધ પક્ષો મહિલા નેતૃત્વને સ્વીકારતા ડરે છે. સામે પક્ષે તેમણે કોંગ્રેસના 148 વર્ષના ઇતિહાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કોંગ્રેસે દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, સ્પીકર અને ગવર્નર આપ્યા છે. મહિલા સશક્તિકરણ એ માત્ર વાતો નહીં પણ કોંગ્રેસની વિચારધારાનો હિસ્સો છે. અલ્કા લાંબાના આ નિવેદને રાજકીય ગરમાવો વધારી દીધો છે.

