VIDEO: અખિલેશ યાદવનું ગંભીર નિવેદન, "UPના અનેક અધિકારીઓને તાલીમ આપીને ખાસ બંગાળ મોકલ્યા"
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના અધિકારીઓની નિમણૂકને લઈને નવો રાજકીય વિવાદ સર્જાયો છે. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા અગાઉ જ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા, ત્યારે હવે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ આ મામલે ગંભીર નિવેદન આપ્યું છે. લખનઉમાં પત્રકારો સાથેની વાતચીતમાં અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશના અનેક અધિકારીઓને તાલીમ આપીને ખાસ બંગાળ મોકલવામાં આવ્યા હતા.
તેમણે આક્ષેપ કર્યો કે, જે અધિકારીઓ ત્યાં તૈનાત હતા, તેમનો ઉત્તર પ્રદેશ સાથે ઊંડો સંબંધ હતો અને તેઓ ત્યાં લોકશાહીને નુકસાન પહોંચાડવાનું તેમજ તેને નષ્ટ કરવાનું કામ કરી રહ્યા હતા. આમ, બંગાળ ચૂંટણીમાં અન્ય રાજ્યના અધિકારીઓની ભૂમિકા સામે વિપક્ષી નેતાઓએ સવાલો ઉઠાવી મોરચો માંડ્યો છે.

