VIDEO: અભિનેતા મિથુન ચક્રવર્તી કોલકાતાના કાશીપુર બેલગછિયા વિધાનસભા મતવિસ્તારમાં કર્યું મતદાન
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાનું મતદાન ઉત્સાહપૂર્વક ચાલી રહ્યું છે. આ લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તી કોલકાતાના કાશીપુર બેલગછિયા વિધાનસભા મતવિસ્તારમાં પહોંચ્યા હતા. તેમણે બૂથ નંબર 248 પર આવીને પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો. મિથુન ચક્રવર્તીની હાજરીને પગલે મતદાન મથક પર લોકોમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે નાગરિકોને લોકશાહીને મજબૂત કરવા માટે મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે બીજા તબક્કાના આ મતદાનમાં અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ રહ્યું છે.

