Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: A unique and creative experiment in Mysore city, a mirror wall was erected

VIDEO: મૈસૂર શહેરમાં અનોખો-સર્જનાત્મક પ્રયોગ, ઉભી કરવામાં આવી મિરર વોલ

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કર્ણાટકના મૈસૂર શહેરમાં જાહેર સ્થળો પર ગંદકી કરતા હોવાથી તંત્ર દ્વારા એક અનોખો અને સર્જનાત્મક પ્રયોગ કરવામાં આવ્યો છે. મૈસૂર બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારોમાં, જ્યાં લોકો અવારનવાર ગંદકી કરતા હતા, ત્યાં વહીવટીતંત્ર દ્વારા એલઈડી લાઈટોથી સજ્જ કાચની દીવાલ એટલે કે મિરર વોલ ઉભી કરવામાં આવી છે. આ નવતર પ્રયોગ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પોતાની જાતને અરીસામાં જોઈને લોકો જાહેરમાં ગંદકી કરતા અચકાય અને શરમ અનુભવે, જેથી સ્વચ્છતા જળવાઈ રહે. આ આધુનિક દીવાલ માત્ર ગંદકી રોકવામાં જ મદદરૂપ નથી થઈ રહી, પરંતુ રાત્રિના સમયે ઝગમગતી એલઈડી લાઈટોને કારણે આ વિસ્તારની સુંદરતામાં પણ વધારો થયો છે.

App Store