Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ A man with a leafy roof flew into the air in a strong tornado,

VIDEO/ તેજ વંટોળમાં પતરાની છત સાથે હવામાં ઉડ્યો શખ્સ, વીડિયો જોઈને કાળજું કંપી જશે

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના બરેલીમાં બુધવારે આવેલા ચક્રવાતી વાવાઝોડા અને ભારે વરસાદે ભયંકર તબાહી મચાવી છે, જેમાં અનેક વૃક્ષો, વીજળીના થાંભલા અને મકાનો ધરાશાયી થયા છે. આ દરમિયાન એક મેરેજ હોલની ઉડી રહેલી પતરાની છતને બચાવવાનો પ્રયાસ કરી રહેલા નન્હે મિયાં નામના વ્યક્તિ તેજ વંટોળની સાથે હવામાં અધ્ધર ઉડી ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. વાવાઝોડાના પ્રચંડ વેગને કારણે પતરા સાથે નન્હે મિયાં પણ હવામાં કેટલાય ફૂટ ઊંચે ફંગોળાયા હતા અને થોડે દૂર જઈને નીચે પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં તેમના હાથ-પગ તૂટી ગયા છે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક છે.

App Store