VIDEO: બ્રિક્સ દેશોના પ્રતિનિધિમંડળે વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ તાજમહેલની મુલાકાત લીધી
સોર્સ : GSTV
આજે આગરા ખાતે બ્રિક્સ દેશોના પ્રતિનિધિમંડળે વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ તાજમહેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તમામ પ્રતિનિધિઓએ તાજમહેલની અદભૂત સ્થાપત્ય કળા અને તેના ઐતિહાસિક મહત્વને જોઈને મંત્રમુગ્ધ થયા હતા. મુલાકાતીઓએ પ્રેમની આ નિશાનીના સૌંદર્યને ખૂબ જ નજીકથી માણ્યું હતું અને તસ્વીરો પણ ખેંચાવી હતી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તેમની સુરક્ષા અને મુલાકાત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારતની સાંસ્કૃતિક વિરાસતથી વૈશ્વિક પ્રતિનિધિઓ પ્રભાવિત થયા હતા.

