VIDEO: ઇરાન અને અમેરિકાનો પાકિસ્તાનની મધ્યસ્થીમાંથી વિશ્વાસ ઉઠ્યો
સોર્સ : gstv
ઇસ્લામાબાદમાં મંત્રણાના બે દોર નિષ્ફળ ગયા પછી ઇરાન અને અમેરિકા બંનેને પાકિસ્તાનની મધ્યસ્થીમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. હવે અમેરિકા, ઇરાન સાથે સીધી મંત્રણા કવાનું છે. આ પાકિસ્તાન માટે મોટા ઝટકા સમાન માનવામાં આવે છે. ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા હવે પાકિસ્તાનમાં મંત્રણા કરવાને બદલે ઇરાન સાથે ફોન ઉપર સીધી મંત્રણા કરશે. ઇરાનના સાંસદ ઇબ્રાહીમ રજોઈએ કહ્યું હતું કે પાકિસ્તાને મધ્યસ્થતા માટે પોતાની વિશ્વનીયતા ગુમાવી દીધી છે. તે અમેરિકાની સામે ઝૂકી રહ્યું છે. રજોઈએ આગળ તેમ પણ કહ્યું કે પાકિસ્તાન એક સારૂ મિત્ર અને સારૃં પાડોશી પણ છે, પણ મંત્રણા માટે તે યોગ્ય મધ્યસ્થી નથી.

